Siddharth Speakers Academy શ્રેષ્ઠ વક્તા બનો English | Gujarati

Siddharth Academy શ્રેષ્ઠ વક્તા બનો
Public Speaking

સિધ્ધાર્થ સ્પીકર્સ એકેડેમી - ૬ દિવસમાં જિંદગી બદલી નાખો

સંસ્થા છેલ્લા ૩૫ વર્ષથી ભાષણ કરવાની અને એંકર બનવાની તાલીમ આપે છે. આપ સમાજમાં , સોસાયટીઓમાં,મંડળોમાં,રાજકારણમાં, કોર્પોરેટ ક્ષેત્રમાં , લાયન્સ કલબ , જેસીસ, રોટરી કલબ વગેરે સંસ્થાઓમાં ખૂબજ આગળ પડતો ભાગ ભજવો છો. ખૂબ જ મહેનતા કરો છો અને પૈસા પણ ખર્ચો છો; પરંતુ આપને કોઇ ઓળખતું નથી – કેમ કે આપ સ્ટેજ ઉપર - માઈક ઉપર ભાષણ કરી શકતા નથી.જો તમે એક જ વખત માઈક ઉપર જોરદાર ભાષણ કરી સ્ટેજ ઊપરથી નીચે ઉતરો તો આખી દુનિયા તમને સલામ મારે , બધાં તમારી પાછળ પાછળ ફરે, તમને નેતા તરીકે સ્વીકારે અને પાર્ટીવાળા તમારા ઘેર ટીકિટ આપવા માટે દોડતા હોય છે. ભાષણનું આટલું મહત્વ છે.

છટાદાર ભાષણ કરવાની તાલીમ

  • માઈક ઉપર બોલવાની તાલીમ.
  • એંકરીંગ કરવાની તાલીમ.
  • ફક્ત છ સીટીંગમાં તૈયાર થઇ જાવ.
  • તાલીમ લીધા પહેલા બિચારા ! તાલીમ લીધા પછી નેતા.
  • ઉત્તમ વાણી સાથે સચોટ લખાણ.
  • ગુજરાતી - હિન્દી - અંગ્રેજી ભાષામાં વક્તૃત્વ કળાના વર્ગો.
  • સભામાં ઉભા થઈને મનની વાત કહેવાની તાલીમ.
  • પદ્ધત્તીસર તાલીમ લઇને સમર્થ વક્તા બનવાની તાલીમ.
  • Develop Personality - વ્યક્તિત્વનો વિકાસ કરો.
  • મીડિયામાં ન્યૂઝ રીડીંગ એકટીંગ માટે તૈયાર થાવ.
  • ફંકશનોમાં એંકરીંગ કરીને કમાવો.
  • ટ્રેઈનર બનો.
  • લીડરશીપ ટ્રેનીંગ

અહીં માઈન્ડ વોશ, બોડી લેન્ગ્વેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ , પબ્લીક સ્પીકિંગ, એંન્કરીંગ જેવી ઘણી બધી બાબતો ગુજરાતી / હિન્દી / ઇંગ્લીશમાં શીખવાડવામાં આવે છે. જે વ્યકિતને દરેક જગ્યાએ સ્પેશિયલ બનાવે છે. આ ટ્રેનિંગ પછી વ્યકિતને જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઈ જાય છે. તેને એક મોભાદાર વ્યકિત તરીકે જોવે છે. હાલ જો તમને કોઈ ભાષણ કરવાનું કહે તો પરસેવો છૂટી જાય છે. હાથ –પગ ધ્રુજે છે. હદયના ધબકારા વધી જાય છે. શરીર લકવા થઈ ગયો હોય તેવું લાગે છે. માથું ગરમ થઈ જાય છે. અને શરીર ઠંડુ પડી જાય છે. વગેરે તકલીફો થાય છે. અને તમે જેવા છો તેવા દેખાતા નથી. તમે બરાબર ભાષણ કરી શકતા નથી. આ ટ્રેનિંગ - તાલીમ પછી તમારામાં આત્મવિશ્વાસ એટલો બધો આવે છે કે ગમે ત્યાં ગમે તે જગ્યાએ તમને ભાષણ કરવા ઉભા કરી દે તો તમે જોયાં વગર ચીઠ્ઠી – ચબરખી વગર કલાક બે કલાક કે તેથી વધારે ભાષણ કરી શકો છો.

આજ સુધીમાં અહીંથી હજારો ભાઈ – બહેન તૈયાર થઈને ગયા છે. જે પોતાની સંસ્થાઓમાં નેતા તરીકે બિરાજમાન છે. અથવા તો ટી.વી. ઓલ ઈન્ડીયા રેડીયો – દૂરદર્શનમાં પ્રોગ્રામો આપે છે.

અહીં તૈયાર થયા પછી તમને ટી.વી. ન્યુઝ રીડર, એંકર , રેડીયો જોકી વગેરે કામ મેળવવાનાં ચાન્સીસ વધી જાય છે.

“શ્રૅષ્ઠ વક્તા બનો“ નાં ટ્રેનર શ્રી રમેશચંદ્ર શાહ ખૂબ જ અનુભવી છે અને સહજ રીતે તૈયાર થઈ જવાય તેવી તાલીમ આપે છે. બધાંને તૈયાર કરી ઉચ્ચ સ્થાને બેસાડવા એ શ્રી રમેશચંદ્ર શાહ નો શોખ પણ છે.

અહીં આવવા વાળા દરેકની કમ્પ્લેઈન એક જ હોય છે કે થોડા દિવસ પહેલાં મારે ફંક્શનમાં જવાનું હતું પરંતુ મને એમ લાગ્યું કે સમાજવાળા મને ખૂબ માન આપે છે અને માઈક ઉપર બોલવાનું કહેશે. એટલે હું ફંકશનમાં જ ગયો નહીં. પરંતુ આવા બધા ભાઈ - બહેનો એકદમ તૈયાર થઈ જાય છે. અને પછી તમોને સ્ટેજ જ દેખાય છે અને માઈક ઉપર બોલવા તૈયાર થઈ જતાં હોય છે.

અધ્યાપન: "શ્રેષ્ઠ વક્તા બનો" પુસ્તકના લેખક શ્રી રમેશચંદ્ર એ. શાહ (30 વર્ષના અનુભવી)

પરીણામ શું આવશે?

  • બીજાની પાસે ભાષણ લખાવવું નહી પડે.
  • ભાષણ ભૂલી નહી જવાય.
  • યાદ રાખીને કોઈપણ વિષય ઉપર 2-4 કલાક ભાષણ કરી શકશે.
  • કોઈ સભામાં બેઠા હોવ અને ઓચિંતું તમારૂં નામ બોલાય કે, ભાઈ બે શબ્દ કહેશે તો પણ તમો માઈક પર બોલવા માંડશો, તમારે માફી ના માંગવી પડે કે મને માઈક પર બોલવા નથી ફાવતું-નથી આવડતું।.. વગેરે

વીડીયો

પુસ્તકો

પ્રત્યેક તાલીમાર્થીને જરૂરી સાહિત્ય વિના મુલ્યે આપવામાં આવશે.

પ્રમાણ પત્ર મળશે ?

હા , જેમણે બધા વર્ગો સંપૂણૅ ભર્યા હશે તેમને સંસ્થાનું પ્રમાણપત્ર આપવામા આવશે.

Go to top of page